Breaking: કોરોના વાયરસથી મુંબઇમાં પહેલું મોત, ભારતમાં મોતનો આંકડો 3 થયો, કુલ 127 પોઝિટિવ કેસ
મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ 64 વર્ષના COVID-19થી પીડાતા દર્દીનું મોત થયું છે.
Trending Photos
નવી દિલ્હી: મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ 64 વર્ષના COVID-19થી પીડાતા દર્દીનું મોત થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ બાજુ નોઈડામાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ આ બંને દર્દીઓ નોઈડાના સેક્ટર 100માં રહે છે. તેમાંથી એક મહિલા હાલમાં જ ફ્રાન્સની મુસાફરી કરીને ભારત પહોંચી છે. બંને દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારી બંને દર્દીઓની સઘન તપાસ કરી રહ્યાં છે.
ગૌતમબુદ્ધ નગરના મુખ્ય ચિકિત્સા અધિકારીના જણાવ્યાં મુજબ બે લોકોમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે હવે સર્વિલાન્સની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Maharashtra: A 64-year-old COVID-19 patient passes away at Mumbai's Kasturba hospital pic.twitter.com/E1X8Dj78n0
— ANI (@ANI) March 17, 2020
આ મામલા સંલગ્ન એક અન્ય અધિકારીનું કહેવું છે કે વિભાગ હવે એ જાણવાની કોશિશ કરી રહ્યો છે કે ફ્રાન્સથી પાછી ફરેલી આ મહિલા આવ્યાં બાદ ક્યાં ક્યાં ગઈ હતી. આ ઉપરાંત મહિલાના સીધા સંપર્કમાં આવેલા લોકોને પણ સ્વાસ્થ્ય તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી આ મામલે વધુ જાણકારી મળી નથી.
આ દેશો ઉપર પણ સરકારે લગાવ્યાં પ્રતિબંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અફઘાનિસ્તાન, ફિલિપાઈન્સ, અને મલેશિયાથી આવતા તમામ વિદેશીઓના ભારત પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આજે બપોરે 3 વાગ્યા બાદ આ દેશોની કોઈ પણ ફ્લાઈટને ભારતમાં ઉતરવા દેવામાં આવશે નહીં. આ દેશો માટે કેન્દ્ર સરકાર 31 માર્ચ બાદ જ કોઈ નિર્ણય લેશે.
જુઓ LIVE TV
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 127 કેસ સામે આવ્યાં છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત કેરળમાં 22 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. યુપીમાં બે નવા કેસ સામે આવ્યાં બાદ કુલ 17 કેસ જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે